કોઇ તને ચાહે છે અને તને ખબર નથી...?
કોઇ ને તુ ગમે છે અને તને ખબર નથી...?
માણસ તો બધુ વાંચી લે છે આંખ થી,
અને તુ હસે એમ જાને તને ખબર નથી...?
પહેલા અદાથી બીજાને કરે છે દિવાના,
પછી બને છે નાદાન કે તને ખબર નથી...?
સ્નેહ ના તાંતણે બાંધે છે પહેલા અને પછી,
જાનવા છતાં બને છે અજાણ કે તને ખબર નથી...?
સમજાય ગયુ છે હવે તો તારુ અસ્તિતવ્,
કરે છે પ્રેમ ને કહે છે તને ખબર નથી...?
No comments:
Post a Comment