Sunday, August 29, 2010

પહેલો પ્રેમ અધુરો રહી ગયો...

ખબર નથી એને હું શું કહી ગયો
પ્રેમ મારો આસુંની ધારમા વહી ગયો
મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે..
જ્યારે એને બીજો જીવનસાથી મળી ગયો
બિલકુલ ન હતો ગમ મને હ્યદયમાં….
બધુ જ ચુપચાપ સહી ગયો..
સ્વપ્ન થકી હજી હું નિહાળી લઉ છું એને,
બાકી તો જીવતો જ સાગરમાં ડુબી ગયો,
મિત્રોના સાથમાં હસી લઉ છું જરાક હું
નહિતર માર દર્દ તો ચુપચાપ જ પી ગયો,
રડાવી જાય છે ક્યારેક એની યાદ મને…
કારણ કે મારો 'પહેલો પ્રેમ અધુરો રહી ગયો'

Wednesday, August 25, 2010

આ તે કોણ રે !

અડધી રાતલડીએ મને રે જગાડી
છંછેડી મન વીણીના તાર, આ તે કોણ રે !

મનના મંદિરીયામાં કોણ મહેમાન આવ્યું
કોની ઓળખાણ આવ્યું, પ્રિતના પુરાણ લાવ્યું
એને ઝંખે છે હૈયું વારંવાર, આ તે કોણ રે !

દલનો દરિયો હિલોળે, ચઢયો રે આજે ચકડોળે
મરજીવો થઇને આજે, કોણ મોતીડા ખોળે
એવા મોંઘા મોતીનો મૂલવનાર, આ તે કોણ રે !

ડગલે ને પગલે મને એના ભણકારા વાગે
ભવભવથી ઓળખું હું, એવું મારા મનમાં લાગે
ઝાંખો ઝાંખો આવે છે અણસાર, આ તે કોણ રે

Saturday, August 21, 2010

બદલું છું...

મજા પડે તો તરત હું મિજાજ બદલું છું,

ન આંખ બદલું ભલે પણ અવાજ બદલું છું.



રમતરમતમાં હું રસ્મોરિવાજ બદલું છું,

બદલતો રહું છું મને, તખ્તોતાજ બદલું છું.



સફર અટકતી નથી કંઇ તુફાન ટકરાતાં,

દિશા બદલતો નથી હું જહાજ બદલું છું.



પ્રજળતું કૈંક રહે છે હમેશાં હોઠો પર,

કદીક શબ્દ તો ક્યારેક સાજ બદલું છું.



સુરાલયે જ હવે ચાલ ‘શૂન્યતા’ છોડી,

દરદ બદલતું નથી તો ઈલાજ બદલું છું.

Thursday, August 19, 2010

મને ગમશે...

તમારું સ્મિત બની લહેરાઇ જાવાનું મને ગમશે,
તમારાં આંસુ થઇ લૂંછાઇ જવાનું મને ગમશે.

તમારી શેરીમાં આવીને પહેલા જોઇ લઉં તમને,
ગમે ત્યાં એ પછી ફંટાઇ જાવાનું મને ગમશે.

જગતમાં એમ તો હું ક્યાંય રોકાતો નથી કિન્તુ,
તમે જો રોકશો, રોકાઇ જાવાનું મને ગમશે.

પ્રતિબિંબો તમારાં જો ન દેખાડી શકું તમને,
તો દર્પણ છું છતાં તરડાઇ જાવાનુ મને ગમશે.

જગતમાં હું તો મોટા માનવીના નામ જેવો છું,
કોઇ પાષાણમાં અંકાઇ જાવાનું મને ગમશે.

તમે રડશો છતાં દફનાઇ જાવાનું જ છે,
પરંતુ હસશો તો દફનાઇ જાવાનું મને ગમશે..

Wednesday, August 18, 2010

વાર નથી લાગતી..

સમય વહી જાય છે,જીવન વીતી જાય છે,
સાથી ના સાથ છૂટી જાય છે,આંખ માંથી આંસુ વહી જાય છે,
જીવન મા મળે છે ઘણા લોકો,યાદ બહુ થોડા રહી જાય છે !
આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી લાગતી
કિનારે આવી ડૂબી જતાં વાર નથી લાગતી
જીતનો જલસો માનવાની ઉતાવળ ન કર
જીતેલી બાજી હારી જવામાં વાર નથી લાગતી
તારી ઊંચાઇનું નાહક અભિમાન ન કર
કે મિનારોને તૂટી જવામાં વાર નથી લાગતી
બાંધ્યો છે માળો તો જરા દિલથી જતન કર
કે માળાને પીંખાઇ જતાં વાર નથી લાગતી
માણી લે હર એક પળ તું આજે
આંખોને મિંચાઇ જતાં વાર નથી લાગતી

Tuesday, August 17, 2010

મળી આવે..

સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે
વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે

ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં
'તને ચાહું છું હું' બસ આટલી ટાંચણ મળી આવે

ફરે છે એક માણસ ગોધૂલી વેળા આ સડકો પર
કદાચિત ગામનું છૂટું પડેલું ધણ મળી આવે

ઘણુંયે નામ જેનું સાંભળેલું, ને હતી ખ્યાતિ
મળો એ શખ્સને, ને સાવ સાધારણ મળી આવે

ખખડધજ, કાટ લાગેલી, જૂની બિસમાર પેટીમાં
ખજાનો શોધવા બેસો અને બચપણ મળી આવે

Monday, August 16, 2010

નહીં લાગે...

આંખોમાં એક ચાંદ જેવા ચહેરાને લઈને ફરૂ છું હું
હવે અમાસની રાત આવે તો પણ શું ? અંધકાર મને કદી નહીં લાગે

જિંદગીનો આ બગીચો તમારા સ્પર્શથી બન્યો છે લીલોછમ
હવે પાનખર આવે તો પણ શું ? જિંદગી મને કદી વેરાન નહીં લાગે

મંઝીલને શોધતા શોધતા તમારો ઉષ્માભર્યો મળ્યો છે સાથ
હવે રસ્તો કાંટાળો હોય તો પણ શું ? મંઝીલ મને કદી દૂર નહીં લાગે

તમારી ઝુલ્ફોની ઘટામાં જ મળ્યો છે મને જિંદગીનો વિસામો
હવે મોત આજે આવે તો પણ શું ? મૃત્યુનો મને કદી ડર નહીં લાગે

મારા અંગે અંગમાં ફુટી રહી છે તમારી મીઠી યાદોની કુંપળો
હવે મિલન ન થાય તો પણ શું ? ‘પરેશાન’ દિલ મને જુદા નહીં લાગે

Sunday, August 15, 2010

ત્યારે મને યાદ કરજે..

ન હોઉં તારી સાથે તો ત્યારે મને યાદ કરજે,
ભૂલો તો ઘણી કરી છે, પણ મને માફ કરજે,

દોસ્તી ના દાખલા માંથી નારાજગી ને બાદ કરજે,
રાહ જોઇશ ORKUT માં તમારી ,
આવીને ત્યાં મારી ફરીયાદ કરજે,

જેવો છુ એવો ન હતો પહેલા ,
એ સમજાય ત્યારે મને સાદ કરજે,

દુનિયામાં કેટલીયે દોસ્તી તૂટે છે અને તૂટતી રહેવાની,
પણ મિત્રતા ની મિસાલમાં તો આપણી દોસ્તી નું જ નામ કરજે,

જ્યારે પણ એકાંત માં યાદ મારી આવે ,
બસ એક પ્યારીસી SMILE કરજે....

Friday, August 13, 2010

તને ખબર નથી...?

કોઇ તને ચાહે છે અને તને ખબર નથી...?
કોઇ ને તુ ગમે છે અને તને ખબર નથી...?
માણસ તો બધુ વાંચી લે છે આંખ થી,
અને તુ હસે એમ જાને તને ખબર નથી...?
પહેલા અદાથી બીજાને કરે છે દિવાના,
પછી બને છે નાદાન કે તને ખબર નથી...?
સ્નેહ ના તાંતણે બાંધે છે પહેલા અને પછી,
જાનવા છતાં બને છે અજાણ કે તને ખબર નથી...?
સમજાય ગયુ છે હવે તો તારુ અસ્તિતવ્,
કરે છે પ્રેમ ને કહે છે તને ખબર નથી...?

Tuesday, August 10, 2010

ક્યાં મળે?

આટલા મોહક અને મોતી ભરેલાં ક્યાં મળે ?
ફૂલ પર ઝાકળથી આ પત્રો લખેલા ક્યાં મળે?

ઉંબરા પર પગ નથી મૂક્યો ને બસ આવો કહે
આ નગરમાં માણસો એવા વસેલા ક્યાં મળે?

ધારણા સાચી પડી આજે તમારૂં આગમન !
બારણામાં તોરણો લીલા બનેલા ક્યાં મળે?

આ અતિથિનાં ભલા સન્માન આદર તો જુઓ
ભર વસંતે અવનવા પર્ણો ઝૂકેલા ક્યાં મળે?

આંખ જો ખુલી તો એની શોધ આરંભી દીધી
જોઉં ઓશિકા ઉપર શમણાં પડેલા ક્યાં મળે?

યત્ન પથ્થરથી કર્યા તો એકનાં કૈ થૈ ગયા
દર્પણોનાં દેશમાં ચહેરા તૂટેલા ક્યાં મળે?

Monday, August 9, 2010

કાંઇક છુટી ગયું.....

તમને સમજતા નાં આવડ્યું,
ને કદાચ અમે સમજાવી નાં શક્યાં,
અને આ સમજવાં સમજાવાં માં કાંઇક છુટી ગયું,,

તમને દેખતાં નાં આવડ્યું,
ને કદાચ અમે દેખાડી નાં શક્યાં,
અને આ દેખવાં દેખાડવાં માં જ કાંઇક છુટી ગયું,,

તમને સૂણતાં ના આવડ્યું,
ને કદાચ અમે સૂણાંવી નાં શક્યાં,
અને આ સૂણવાં સૂણાંવાં માં જ કાંઇ છુટી ગયું,,

તમને સાચવતાં નાં આવડ્યું,
ને કદાચ અમે સાચવી ના શક્યાં,
અને આ સાચવવાં સાચવવાં માં જ કાંઇક છુટી ગયું,,

તમને આપતા નાં આવડ્યું,
ને કદાચ અમે આપી નાં શક્યાં,
અને આ આપવાં લેવાં માં જ કાંઇક છુટી ગયું,,

તમને જાણતાં નાં અવડ્યું,
ને કદાચા અમે જણાંવી નાં શક્યાં,
અને આ જાણવાં જણાવાં માં જ કાંઇક છુટી ગયું.................

Friday, August 6, 2010

તૂ જ કહે

મન કરે, તારી પાંપળ ને પંપાળૂ
એની નાજૂક હલનચલન ને અનુભવૂ

તારા નયન ને ખુશી ના તળાવ મા બોળૂ
ને તારા અશ્રુ ની ધાર મા હું પલળૂ

કે તારા હાથ પકડી તને નિહાળૂ
તૂ રાજી હોય તો ક્યારેય ના કંટાળૂ

નજર ના લાગે તને,મેશ થી કરુ કાળૂ
બાકી તો તારા રંગ વગર સઘળુ જગત ધોળૂ

શરમ ની લાગણીઓ ને છંછડુ
તૂ કહે તો એક નુ એક હ્રુદય ખંખેરૂ

તને હિમાલય ની ટોચ પર લઇ,બરાડુ
તૂ જ કહે,હવે આ પ્રેમ ને ક્યાં સંતાડુ!

Thursday, August 5, 2010

ક્ષણ

આપણે મળ્યા ની થોડીક ક્ષણો
હાથમાં આવી
અને
થયું કે લાવ
આ ક્ષણો ને
પરબિડીયામાં બંધ કરી
તારા તરફ રવાના કરુ
પણ
તારુ દિલ... દિલ નો ખુનો
અત્યાર સુધી ખાલિ થોદોદ હશે..???
ઍમ વિચારીને
પેલી ક્ષણો ને
ફરી પાછી સાચવીને મૂકી દીધી
ઍ જ ખુણા માં અકબંધ...!!!